રાજધાની નવી દિલ્હીના 'શ્રદ્ધા વોલ્કર મર્ડર કેસ'ને લોકો હજુ ભૂલી શક્યા નથી કે હવે ઝારખંડના સાહિબગંજમાંથી પણ આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના બોરિયોમાં 22 વર્ષની આદિવાસી યુવતીના કટરથી 12 ટુકડા કરી ફેંકી દેવામાં આવ્યા હતા. આરોપી બીજું કોઈ નહીં પણ તેનો પતિ દિલદાર અંસારી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને લગભગ બે વર્ષથી સાથે રહેતા હતા.