અમદાવાદના રામોલમાં એક પરિણિતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પરિણિતાના અપઘાત અંગે પરિવારજનોએ પતિ અને સાસરિયા પક્ષ પર દહેજનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે પરિણિતાના સાસરિયાઓ દ્વારા દહેજ મામલે તેના પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેના લીધે કંટાળીને તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ લગાવ્યા છે.