વડોદરાના બાપોદમાં અરેરાટી ભર્યો બનાવ સામે આવ્યો છે. બાપોદ ગામના વુડાના મકાનમાં રહેતા યુવાને પોતાના 11 વર્ષના પુત્રને ગળે ફાંસો આપી પોતે પણ આપઘાત કરી લીધો હતો. યુવાને પત્નીના ત્રાસથી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતક પરેશભાઈના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં પત્નીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પિતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા છે.