સુરત ખાતે 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ મળ્યો છે. જેમાં ટેબલ ટેનિસમાં ગુજરાતની ટીમ વિજેતા બની છે. ગુજરાતે ગોલ્ડ પર કબજો કરતા દિલ્હીના ફાળે સિલ્વર મેડલ
ગયો છે. તથા મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળને સંયુક્ત બ્રોન્ઝ મેડલ મળ્યો છે. 2015માં ગુજરાત ટીમ સિલ્વર સુધી સીમિત રહી હતી જેમાં સાત વર્ષ બાદ ગુજરાતે સિલ્વરને ગોલ્ડમાં
પરિવર્તિત કર્યો છે.
ગુજરાતે દિલ્હીને 3-0થી પરાજય આપ્યો
ઓપનિંગ સેરેમની યોજાય તે પહેલાં જ ગુજરાતે પોતાના ઘરઆંગણે રમાનારી 36મી નેશનલ ગેમ્સની ટેબલટેનિસમાં ગોલ્ડ મેડલ સાથે ખાતું ખોલાવ્યું છે. ગુજરાતની મેન્સ ટીમે ફાઇનલ
મુકાબલામાં દિલ્હી સામે એક પણ ગેમ ગુમાવ્યા વિના ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. બીજી તરફ વિમેન્સ ટેબલ ટેનિસમાં બંગાળની ટીમે મહારાષ્ટ્રને હરાવીને ગોલ્ડ મેડલ હાંસલ
કર્યો હતો. મેન્સ તથા વિમેન્સની સેમિફાઇનલમાં પરાસ્ત થનાર મહારાષ્ટ્ર, પચ્ચિમ બંગાળ તથા તામિલનાડુ, તેલંગાણાની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સાત વર્ષ બાદ યોજાયેલી
નેશનલ ગેમ્સની પ્રથમ ઇવેન્ટની ફાઇનલમાં ગુજરાતે દિલ્હીને 3-0થી પરાજય આપ્યો હતો.
ગુજરાતની ટિમને સુરતના હરમીત દેસાઈએ લીડ કરી
માનવ ઠક્કરે સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12થી, હરમીત દેસાઇએ પાયસ જૈનને 11-7, 11-3, 12-10થી તથા માનુષ શાહે યશાંશ મલિકને 11-4, 11-9, 11-4થી હરાવ્યો હતો. વિમેન્સની
ફાઇનલમાં પિૃમ બંગાળે મહારાષ્ટ્રને 3-1થી હરાવ્યું હતું. બંગાળ તરફથી આયિકા મુખર્જી, મૌમા દાસ અને સુતીર્થ મુખરજીએ વિજય હાંસલ કર્યા હતા. મહારાષ્ટ્ર માટે રેત્રીષ્યા ટેનિસને
એકમાત્ર વિજય મેળવ્યો હતો. અગાઉ સેમિફાઇનલમાં ગુજરાતે પ.બંગાળને 3-0થી પરાજય આપ્યો હતો. બીજો ક્રમાંક ધરાવતા મહારાષ્ટ્રને 3-2થી પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ
ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઇએ દિલ્હીના અનિર્બાન ઘોષને 11-6, 8-11, 6-11, 11-4, 11-3થી, માનવ ઠક્કરે રોનિત ભાંજાને 11-9, 11-9, 12-10થી તથા માનુષ શાહે જીત ચંદ્રાને 11-5, 11-
9, 4-12 તથા 11-1થી હરાવીને ગુજરાતને ફાઇનલમાં પહોંચાડી દીધું હતું.