રાજકોટ:શહેરના સર્કિટ હાઉસ પાસે એક શખ્સે નશાની હાલતમાં આવી મહિલા સાથે ગેરવર્તન કરતા મામલો બિચકાયો હતો રોષે ભરાયેલી મહિલાએ જાહેરમાં નશાની હાલતમાં રહેલા શખ્સની ધોલાઈ કરી હતી મહિલા અને તેના ભાઈએ શખ્સને ઢોરમાર મારતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે