વડોદરા: એમએસયુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 50 ટકાથી નીચેના લોકલ અને બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાના લેવાયેલા નિર્ણયના વિરોધમાં આજે વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ હેડ ઓફિસ ખાતે દેખાવો-સુત્રોચ્ચાર કર્યાં હતા હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રારનો ઘેરાવ કરી ફોર્મ ભરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ કરવામાં આવી હતી