સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં બ્રાઇટન બ્રુન્સવિક અને રોફી કાઉન્ટી ક્લબ વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં અમ્પાયરે એલબીડબલ્યૂની અપીલ સામે જે નિર્ણય આપ્યો હતો તેજોઈને વિરોધી ટીમના ખેલાડીઓ પણ હસી હસીને લોથપોથ થયા હતા સોશિયલ મીડિયામાં પણ આ મેચનો વીડિયો વાઈરલ થતાં જ અનેક યૂઝર્સે આવા અમ્પાયરિંગની
મજા લીધી હતી બોલરે નાખેલા બોલને રિવર્સમાં ફટકારવા જતાં જ બેટ્સમેનના પગે અથડાયો હતો તરત જ બોલર સહિતની આખી ટીમે આ માટે જોરથી એલબીડબલ્યૂનીઅપીલ પણ કરી હતી બધાના આશ્ચર્ય વચ્ચેઅમ્પાયરે પણ નોટ આઉટ તો આપ્યો હતો પણ સાથે જ તે બોલને વાઈડ જાહેર કર્યો હતો અમ્પાયરનો આવો નિર્ણય જોઈનેખેલાડીઓ પણ તેમનું હસવું રોકી શક્યા નહોતા આ નિર્ણય સાંભળીને વિકેટકિપર તો રીતસર જમીન પર આળોટવા લાગ્યો હતો અનેક યૂઝર્સે પણ આ નિર્ણયનો વીડિયોજોઈને અમ્પાયર ઓફ ધ યર કહીને મજા લીધી હતી