ઈન્દોરઃભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીયની ગુંડાગર્દીનો એક વીડિયો સામે આવ્યો છે આકાશ વિજયવર્ગીયએ જર્જરિત મકાન તોડવા ગયેલાં ઈન્દોર નિગમના અધિકારી સાથે ગેરવર્તણૂંક અને માર મારતો વીડિયો સામે આવ્યો છે આકાશે અધિકારીને પહેલાં ક્રિકેટ બેટથી માર્યા બાદમાં ધક્કામુક્કી પણ કરી હતી આકાશના સમર્થકોએ પણ અધિકારીને માર માર્યો હતો