વડોદરાઃવડોદરા શહેરમાં રસ્તા પર રખડતી ગાયોને પકડવા અને ગેરકાયદેસર ઢોરવાડા સામે પાલિકા દ્વારા કેટલાક દિવસથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર આજે ઢોર પાર્ટીના 3 કર્મચારીઓને એક ભેંસે ભેટીએ ચઢાવ્યા હતા જેના પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી જોકે આખરે ભેંસને ઘેનનું ઇન્જેક્શન મારીને બેભાન કરીને પકડવામાં આવી હતી