લોકસભામાં શુક્રવારે સતત બીજા દિવસે પણ આઝમ ખાનના નિવેદન પર હોબાળો થયો હતો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, આઝમ ખાને આ મામલે માફી માંગવી જોઈએ અને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ આ અમારી માંગણી છે ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું, આપણે આ મુદ્દાને માત્ર મહિલાઓ સુધી સીમીત ન રાખવો જોઈએ આ દરેક પુરુષ સાંસદ પર કલંક છે આ એ જગ્યા નથી જ્યાં તમે કોઈ પણ સ્ત્રીની આંખમાં જોઈ શકો સ્મૃતિએ કહ્યું, સમગ્ર દેશે જોયુ છે કાલે શું થયું આ જ ગૃહમાં મહિલા સાથે વર્કપ્લેસ પર થનારા યૌન શોષણ વિશેનું બિલ પાસ કરવામાં આવ્યું છે તમે મહિલાઓ સાથે ખરાબ વર્તન કર્યા પછી નાટક કરીને આમ ભાગી ન શકો