ભૂતપૂર્વ મોડલે લાઈવ શોમાં જ તેના પાલતુ ડોગ સાથે લગ્ન કર્યાં

DivyaBhaskar 2019-07-31

Views 2.4K

ગયા સપ્તાહે જ એક શ્વાન સાથે લગ્ન કરવાના સમાચારો સાથે સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી 49 વર્ષીય મોડલે અંતે લગ્ન કરી લીધાં છે આજકાલ આમેય લોકો અલગ અલગ રીતે લગ્ન કરીને ચર્ચામાં રહેતા જ હોય છે, તેવામાં ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ પેજ 3 મોડલ એવી એલિઝાબેથે તેના પાલતુ લેબ્રાડોર ડોગ લોગન સાથે એક ચેનલના લાઈવ શોમાં જ લગ્ન કર્યાં હતાં

પોતાનો મનનો માણીગર શોધવા માટે અલગ અલગ ડેટિંગ એપના માધ્યમથી આ મોડલે 8 વર્ષમાં અંદાજે 221 લોકો સાથે ડેટ કર્યું હતું અંતે ‘મર્દોનું શું કામ છે’ જેવું વાક્ય ઉચ્ચારીને તે તેના પેટ ડોગ સાથે જ પરણવાનું નક્કી પણ કરી લીધું

એક ચેનલના મોર્નીગ શોમાં જ એલિઝાબેથે તેના લોગન નામના આ શ્વાન સાથે લગ્ન કરતાં જ ફરી તે ચર્ચાઓમાં આવી ગઈ છે તમે માનો કે ના માનો પણ આ સત્ય છે ચેનલની મદદથી સ્ટૂ઼ડિયોમાં જ આ લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં એલિઝાબેથના અંગત મિત્રો પણ હાજર રહ્યા હતા આ લગ્ન પણ પ્રોપર વિધી સાથે કરવામાં આવ્યા હતા તેમજ એ દરેક રીતરિવાજનું પણ પાલન કરવામાં આવ્યું હતું જે મહિલા-પુરૂષના લગ્નમાં કરવામાં આવે છે
એલિઝાબેથે આ લગ્ન કરવા પાછળનું કારણ જણાવવતાં કહ્યું હતું કે મારા પેટ ડોગના નિધન બાદ હું નાસીપાસ થઈ ગઈ હતી ત્યાં જ આ લોગન નામનો શ્વાન ત્યજેલી હાલતમાં મને મળી આવ્યો હતો અંગતોને ખોઈ દેવાનું દુ:ખ અને 221 ડેટ બાદ પણ સાચો પ્રેમ ના મળતાં હું વિચલિત થઈ ગઈ હતી અમે બંનેએ એકબીજાને નવું જીવન શરૂ કરવા માટેનો સહારો આપ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS