સુરતઃખટોદરા પોલીસ મથક પાસેથી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પા ચાલકની ધરપકડ કરી છે અને ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે દારૂ અને ટેમ્પો મળી કુલ 787 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હતી મળતી માહિતી પ્રમાણે પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, સુરતમાં આઈસર ટેમ્પામાં દારૂ લઈ જવામાં આવી રહ્યો છે જેથી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી નવજીવન સર્કલ પાસેથી આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પામાં તપાસ કરતા પીપણામાં 282 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ટેમ્પોના ચાલક સકારામ હરકાજી માલીની ધરપકડ કરી હતી અને બે મોબાઈલ, દારૂ અને ટેમ્પો મળી કુલ 787 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો દારૂ આપનાર અવધેશ ઉર્ફે અવધ તથા વિજય ઉર્ફે વિજય લંબુ જયસ્વાલ અને સુનીલ મહેન્દ્ર શાહુને વોન્ટેડ જાહેર કર્યો હતા હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે