ડભોઈ-શિનોર વસાહતમાં રહેતી યુવતી સાથે પાડોશમાં રહેતા પરિણીત યુવકે અવારનવાર દુષ્કર્મ આચર્યું

DivyaBhaskar 2020-01-28

Views 2.1K

વડોદરાઃડભોઈ-શિનોર રોડ ઉપર આવેલ વસાહત – 2 પંચમુખી હનુમાનજી મંદિર પાસે રહેતી યુવતી સાથે પાડોશી પરિણીત યુવાને ધમકી આપી અવારનવાર દષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે

દુષ્કર્મનો ભોગ બનેલી 18 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ખેતરની બાજુમાં આવેલ ખેતરમાં દાન પેટે ખેતર લઈ ખેતી કરતાં મહેશભાઈ પીદાભાઈ રાઠવા (રહે વેરાઈમાતા વસાહત તાડભોઇ) અમારા સંપર્કમાં આવ્યો હતો અને ગત તા22-11-2019 ના રોજ હું ઘરે એકલી હતી ત્યારે મહેશ ઘરે આવી મને જાનથી મારી નાખવાની ધમકી આપી જોડે લઈ જઇ તેના દાને રાખેલા ખેતરમાં દુષ્કર્મ આચર્યું હતું 4 દિવસ રાખ્યા બાદ પરત ઘરે આવી ગઈ હતી તે બાદ મહેશ તા19-12-2019ના રોજ તેને ધાકધમકી આપી લઈ ગયો હતો અને સતત એક માસ સુધી દુષ્કૃર્મ આચર્યું હતુંદુષ્કર્મ આચારનાર મહેશ રાઠવા પરણીત છે તેને પાંચ દીકરીઓ અને એક દીકરો છે ડભોઇ પોલીસે આ અંગે યુવતીની ફરીયાદ આધારે મહેશની તેના ઘરેથી જ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS