છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામપુરી ગામમાં 3 વર્ષનું બાળક અશ્વિન નદીમાં ડૂબીને મોતને ભટ્યું હતું પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે નસવાડી નજીક આવેલા રામપુરી ગામમાં રવિવારે સાંજે સાહીલ કિરીટભાઇ ભીલ(ઉવ03) ઘર નજીકથી જ પસાર થતી અશ્વિન નદીમાં ડૂબ્યો હતો માતા તેના બાળકને શૌચક્રિયા માટે લઇ ગઇ હતી આ સમયે અન્ય કોઇ બાળકના રડવાનો અવાજ આવતા માતા તેના પુત્ર સાહીલને શોધવા માટે ગઇ હતી જોકે બાળક ન મળી આવતા તે અશ્વન નદીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી રામપુરી અને હરિપુરા ગામના 50 જેટલા યુવાનોએ અશ્વિન નદીમાં શોધખોળ હાથ ધરી હતી અશ્વિન નદીમાં પાણીનો ધસમસતો પ્રવાસ હોવાથી બાળકને શોધવામાં ખુબ જ મુશ્કેલી પડી હતી ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને રામપુરી ગામના સરપંચ પણ પહોંચી ગયા હતા