હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનો દિવસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે બધા દેવી દેવતાઓને એકસાથે પ્રસન્ન કરી શકીએ છીએ આ વખતે આ તિથિ 23 નવેમ્બર દિવસે શુક્રવારે છે. આ દિવસે હવન, દાન, ગંગા સ્નાન, ઉપાસના વગેરેનુ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન નારાયણે મત્સ્યાવતાર ધારણ કર્યુ હતુ. માન્યતા છે કે આ દિવસે ગંગામાં સ્નાન અને દીપ દાન કરવાથી અનેક યજ્ઞો બરાબર પુણ્ય મળે છે. #kartikpurnima #hindudharm #Gujaratiwebdunia