અફઘાનિસ્તાનના NSA હમદુલ્લા મોહિબે પાકિસ્તાનને કરારો જવાબ આપતા કહ્યુ હતુ કે તાલિબાન પાકિસ્તાન અને તેની જાસૂસી એજન્સી આઈએસઆઈનો પડછાયો છે તેમણે એવું પણ કહ્યું કે અફઘાનિસ્તાન ક્યારેય પાકિસ્તાનના શાસનનો સ્વીકાર નહીં કરે, અમે સોવિયેત શાસનને સ્વીકાર નથી કર્યું તો પાકિસ્તાન જેવા ગરીબ દેશ, જે પોતાના લોકોનું પેટ નથી ભરી શકતું તેના શાસનનો સ્વીકાર કરવાનો કોઈ સવાલ જ નથી