ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ડે-નાઈટ ટેસ્ટ મેચથી એક દિવસ અગાઉ કહ્યું છે કે પિંક બોલથી રમવું મુશ્કેલ હશે તેમણે કહ્યું હતું કે પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમવી એક પડકારરૂપ બનશે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચ શુક્રવારથી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન મેદાન પર રમાશે વિરાટે મેચ અગાઉ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ટેસ્ટ મેચનું પ્રથમ સત્ર થોડુ મુશ્કેલ હશે
હવે એ જોવાનું રહેશે કે કેવી રીતે બોલીંગ થશે, બેટિંગ કેવી રીતે કરશું કોહલીએ એમ પણ કહ્યું હતું કે એક વખત આ માટેની ટેવ પડી જશે એટલે ડે-નાઈટ ફોર્મેટમાં રમવું સામાન્ય બની શકે છે કેપ્ટન કોહલીએ મેચની રોમાંચકતાની બાબતમાં પિંક બોલ ટેસ્ટની તુલના ભારત-પાકિસ્તાનના વર્લ્ડ કપ મેચ બાદ પ્રથમ વખત જોવા મળે છે વિરાટે કહ્યું હતું કે ટેસ્ટ મેચનું પ્રથમ સેશન થોડુ મુશ્કેલ રહેશે આ સાથે એ જોવાનું રહેશે કે બોલિંગ, બેટિંગ કેવી રીતે શક્ય બનશે