ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મનિકા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધતા ઝામુમો-કોંગ્રેસ ગઠબંધનને આડેહાથે લીધું હતું તેમણે કહ્યું કે, હેમંત આદિવાસીઓની વાત કરે છે તમે કોની સાથે બેઠા છો?હું રાહુલ અને સોનિયાને પુછવા માંગુ છું કે તમે 70 વર્ષમાં આદિવાસીઓ માટે શું કર્યુ? ભાજપે 5 વર્ષોમાં આદિવાસીઓનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે શાહ બીજી રેલી લોહરદગા વિધાનસભા વિસ્તારના બીએસ કોલેજમાં કરશે બન્ને બેઠકો પર 30 નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન યોજાશે
અમિત શાહ ઝારખંડના લાતેહરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસ પર હુમલો કર્યો આ દરમિયાન તેમણે કહ્યું કે, અયોધ્યામાં જ્યાં શ્રીરામનો જન્મ થયો હતો, ત્યાં હવે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાશે