રાજકોટઃશહેરના જામનગર રોડ પર ખંઢેરી ગામ પાસે એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે જેને પગલે દિલ્હીથી એઇમ્સના કેટલાક અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને સ્થળની મુલાકાત કરી હતી આ દરમિયાન PMSSY(પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના)ના ડાયરેક્ટર ડૉસંજય રોય અને એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન ડૉઆરદીક્ષિતે સંયુક્ત રીતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે અને 2020થી એઇમ્સ હોસ્પિટલની 50 બેઠકની પહેલી બેચ શરૂ કરવામાં આવશે