નવી દિલ્હીઃગૃહમંત્રી અમિત શાહે સોમવારે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં ચર્ચા માટે રજુ કર્યું હતું આ દરમિયાન વિપક્ષે બિલનો વિરોધ કર્યો હતો શાહે કહ્યું કે, દરેકની સાથે ન્યાય કરવામાં આવશે આ બિલ લઘુમતી વિરુદ્ધ 0001% પણ નથી તેમણે કહ્યું કે, પહેલાની સરકારોએ આવું કર્યું અને ત્યારે કોઈએ વિરોધ ન કર્યો ગૃહમંત્રીએ ઉદાહરણ આપ્યું કે, 1947માં પૂર્વ અને પશ્વિમ પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને ભારતના બંધારણે નાગરિકતા આપી હતી ત્યારે મનમોહન સિંહ વડાપ્રધાન અને લાલ કૃષ્ણ અડવાણી ડેપ્યુટી વડાપ્રધાન બન્યા હતા આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આર્મ્સ અમેન્ડમેન્ટ સંશોધન બિલ રજુ કર્યું હતું જેને મંજૂરી મળી ગઈ છે
ચર્ચા દરમિયાન AIMIMના સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન બિલની કોપી ફાડી હતી ઓવૈસીએ કહ્યું કે આ બિલ વધુ એક વિભાજન કરવા જઇ રહ્યું છે આ બિલ હિટલરના કાયદાથી પણ ખરાબ છે અમિત શાહ ચીનથી ડરે છે જોકે ચેર પર બેઠેલા રામાદેવીએ આ ઘટનાને સદનની કાર્યવાહીથી બહાર કરવાનો નિર્દેશ આપ્યો હતો