ભારતના પૂર્વ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક દેશના છેલ્લા 47 વર્ષના યુદ્ધ ઈતિહાસમાં પોતાની રીતની પ્રથમ સૈનિક વગરની બચાવ કાર્યવાહી હતી ધનોઆએ કહ્યું કે બાલાકોટનો હેતુ પાકિસ્તાન સરકાર અને ત્યાં છુપાયેલા આતંકી સંગઠનોને એ સંદેશો આપવાનો હતો કે ભારત પર કરવામાં આવેલ હુમલાની તેમણે કિંમત ચુકવવી પડશે ચંદીગઢમાં પંજાબ સરકાર તરફથી આયોજિત મિલિટ્રી લિટરેચર ફેસ્ટિવલમાં ‘અંડરસ્ટેન્ડિંગ ધ મેસેજ ઓફ બાલાકોટ’કાર્યક્રમ પર ચર્ચા દરમિયાન ધનોઆએ કહ્યું બાલાકોટ એક્શનનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે આતંકવાદીઓને આશરો કે ટ્રેનિંગ આપવા જેવી કોઈ પણ ભારત વિરોધી કાર્યવાહીનો સખ્ત રીતે જવાબ આપવામાં આવશે