જામિયા યુનિવર્સિટીમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન વિશે કુલપતિ નઝમા અખ્તરે સોમવારે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે, પોલીસ મંજૂરી વગર યુનિવર્સિટીમાં ઘૂસી ગઈ અને તેમણે તોડફોડ કરી લાઈબ્રેરીમાં બેઠેલા વિદ્યાર્થીઓ ઉપર પણ લાઠી ચાર્જ કર્યો હતો તેમાં 200 વિદ્યાર્થીઓ ઘાયલ થયા અમે તેમના વિરુદ્ધ એફઆઈઆર કરીશું જામિયામાં રવિવારે રાતે હિંસાખોરોએ 4 બસ સહિત 8 વાહન ફૂંકી દીધા હતા પોલીસે 52 વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી તેના વિરોધમાં જામિયા અને જેએનયુના વિદ્યાર્થીઓએ પોલીસ હેડક્વાર્ટર પર ઘેરાવ કર્યો હતો જામિયા હિંસા વિશે બે એફઆઈઆર દાખલ થઈ છે
નઝમાએ કહ્યું- શુક્રવારે પહેલીવાર જામિયાના વિદ્યાર્થીઓએ સરઘસ કાઢ્યું અને પછી ટીચર્સે જે લોકો બહારથી આવી રહ્યા હતા તેમને રોકવા માટે પોલીસે જામિયાના ગેટ પર બેરિકેડ્સ લગાવ્યા હતા અમે તેમને બેરિકેડ્સ લગાવતા રોક્યા હતા અમુક બહારના લોકો કેમ્પસમાં ઘૂસી ગયા હતા તેમની પાછળ પોલીસ પણ અંદર આવી ગઈ અમે બધા અંદર બેઠા હતા કે પોલીસ આવશે તો તેમની મદદ કરીશું પરંતુ તેમણે જબરજસ્તી લાઠીચાર્જ શરૂ કરી દીધો તેમણે ન મારી સાથે વાત કરી, ન અમારા રજિસ્ટ્રાર સાથે વાત કરી અમારા વિદ્યાર્થીઓ લાઈબ્રેરીમાં બેઠા હતા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને જે રીતે ડરાવવામાં આવ્યા તે ઠીક નથી યુનિવર્સિટીને પણ ઘણું નુકસાન થયું છે