ભરૂચઃ ગુરૂવારે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં બંધના એલાન દરમિયાન અમદાવાદમાં હિંસા બાદ આજે ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ આજે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો જોકે કેટલીક દુકાનો ખુલી હતી જેથી બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો ભરૂચમાં ગુરૂવારે વેપારીઓએ બંધ પાળ્યો નહોતો પરંતુ આજે ભરૂચના નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કતોપોર દરવાજા બજાર અને ગાંધી બજાર સહિતના માર્કેટ આજે બંધ રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ નોંધાવ્યો છે જોકે ભરૂચમાં બંધને પગલે પોલીસ આજે એલર્ટ થઇ ગઇ છે