બોમ્બ સાયક્લોન: 3 રાજ્યોમાં ભારે તબાહી, સેન્ટ જોનમાં 30 ઇંચ બરફવર્ષા; 21 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

DivyaBhaskar 2020-01-21

Views 850

દેશમાં આવેલા બરફના તોફાન- બોમ્બ સાયક્લોને ન્યૂ ફાઉન્ડલેન્ડ, એટલાન્ટિક અને લેબ્રાડોર રાજ્યમાં તબાહી મચાવી દીધી છે શુક્રવાર-શનિવારે બરફના તોફાનની ચપેટમાં આવ્યા બાદ ન્યૂ ફાઉન્ડલેન્ડની રાજધાની સેન્ટ જોનમાં ઈતિહાસની અત્યાર સુધીની સૌથી વધારે બરફવર્ષા થઇ હતી સેન્ટ જોન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 120-157 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલી જેના કારણે હવાઇ સેવાઓ રોકવી પડી હતીહવામાન વૈજ્ઞાનિક રોબ કેરોલે કહ્યું- બોમ્બ સાયક્લોન બનવાનું કારણ 24 કલાકમાં હવાનું દબાણ 24 મિલીબાર અથવા તેનાથી વધારે થવું છે આ કારણ છે કે શહેરમાં એક દિવસમાં 762 સેમી (30 ઇન્ચ) બરફ પડ્યો તેનાથી રાજધાનીમાં બરફવર્ષાનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો સેન્ટ જોન શહેરમાં આ પહેલા 5 એપ્રિલ 1999એ 684 સેમી (27 ઇન્ચ) બરફ પડ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS