નવી દિલ્હીમાં ભયંકર ઠંડી પડી રહી છે તેની અસર રાજકીય નેતાઓ ઉપર પણ જોવા મળી હતી બુધવારે સાંજે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલી સભામાં ગૃહમંત્રી અમિત શાહ મફલર વીંટીને આવ્યા હતા સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા જોવા મળી હતીદિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે શ્રીનગરમાં મંગળવારે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી ત્યાં 43 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી દ્રાસમાં તાપમાન માઈનસ 29 પર પહોંચી ગયું છે આ કારણે નળ અને પાઈપમાં પણ પાણી જામી ગયું છે દિલ્હીમાં ડિસેમ્બર 1997 પછી સૌથી વધુ ઠંડી નોંધાઈ છે આ અગાઉ 2014માં દિલ્હીમાં સતત 8 દિવસ સુધી ઠંડી પડી હતી ચાલુ વર્ષે 10 દિવસ સુધી ભીષણ ઠંડી પડી ચૂકી છે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું શ્રીનગર-જમ્મુ હાઈવે પર કાશ્મીરના પ્રવેશદ્વાર કાજીગુંડમાં સૌથી વધુ ઠંડી નોંધાતા ટેન્કોમાં ડીઝલ પણ જામી ગયું હતું પરિણામે ટ્રક તથા અન્ય વાહનોને પણ મુશ્કેલી પડી હતી હાઈવે બંધ હોવાથી છેલ્લા બે સપ્તાહ દરમિયાન 3 હજારથી વધુ ટ્રક ફસાયેલી છે ગુલમર્ગ, પહલગામમાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે