સીએએ અને એનઆરસી મુદ્દે થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનની આગ હવે ઉત્તર પૂર્વ ભારત પણ પહોંચી ગઈ છે અહીં બાંગ્લાદેશ સરહદ નજીકના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના ઈચમાતી વિસ્તારમાં શુક્રવારે સીએએ, ઈનર લાઈન પરમિટ (આઈએલપી) મુદ્દે ખાસી સ્ટુડન્ટ્સ યુનિયન (કેએસયુ) અને બિન આદિવાસીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી આ દરમિયાન સીએએ વિરોધી અને આઈએલપી સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી આ જૂથ અથડામણમાં બેના મોત અને અનેક ઘાયલ થયા હતા અહીં સ્થાનિકો બહારના લોકોને નિશાન બનાવી રહ્યા હોવાના પણ અહેવાલ છે પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે આ બેઠક પછી શિલોંગના બે વિસ્તારમાં કર્ફ્યૂ લગાવાયો છે અને રાજ્યના 11માંથી છ જિલ્લામાં 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે અહીં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોની પાંચ વધારાની કંપની તહેનાત છે પોલીસે કહ્યું હતું કે, હુમલાખોરોએ શુક્રવારે રાત્રે પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાના મુખ્યાલય નોંગસ્ટોઈનના લોવેઈટાંગમાં એક પ્રિન્ટિંગ પ્રેસ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો, જેમાં સરકારી વાહન સહિત ત્રણ વાહનોને આગ લાગી ગઈ હતી