વર્લ્ડ ચેમ્પિયન ઓટ ટનક અને તેના સહચાલક એક અકસ્માત દુર્ઘટનામાં ઘાયલ થયા છે એક રેલીમાં તેમની કાર એક બર્ફીલા રસ્તા પરથી નીચે જઈ પડી અને પહાડ પરથી નીચે જઈ પડી હતી આ ઘટના મોંટે કાર્લે રેલી દરમિયાન સર્જાઈ હતી ઓટ ટનકે આ અકસ્માતનો વીડિયો તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે કાર પછડાઈને નીચે જઈ પડે છે જોકે સદનસીબે કાર એક વૃક્ષ સાથે અથડાઇને વચ્ચે ફસાઈ જાય છે જેથી ડ્રાઇવર અને તેના સહચાલકનો જીવ બચી જાય છે