છોટાઉદેપુર: નસવાડી તાલુકા પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષકો દ્વારા 14થી વધુ વિદ્યાર્થીઓ પાસે વૃક્ષ કપાવતો વીડિયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓને 2 મહાકાય ઝાડ ઉપર પણ ચડાવ્યા હતા વિદ્યાર્થીઓના હાથમાં કુહાડી અને દોરડા લઇને ઝાડ કપાવતો વીડિયો વાયરલ થતાં છોટાઉદેપુર શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઇ છે નસવાડીની કુમાર શાળામાં ધો-1થી 8 સુધીના વર્ગો ચાલે છે