જાપાનના યોકોહામા તટ પર અટકાવવામાં આવેલા જહાજ પર ફસાયેલા 119 ભારતીય અને પાંચ વિદેશી નાગરિકોને ગુરુવારે દિલ્હી લાવવામાં આવ્યા છે આ સાથે ચીનના વુહાન શહેરમાં ગયેલુ ભારતીય વાયુસેનાનું વિમાન પણ પરત ફર્યું છે તેમા 76 ભારતીય અને 36 વિદેશી નાગરિકને લાવવામાં આવ્યા છે બન્ને વિમાનથી લાવવામાં આવેલા ભારતીયોને થર્મલ સ્ક્રીનિંગ બાદ ITBPની છાવણી સ્થિત ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે
જાપાનથી લાવવામાં આવેલા પાંચ વિદેશી નાગરિકામાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુંનો નાગરિકનો સમાવેશ થાય છે ભારત સરકારે લોકોને ત્યાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે જાપાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે 3 ફેબ્રુઆરીથી ડાયમંડ પ્રિન્સેસ શિપને જાપાનના યોકોહામા પોર્ટ પર અટકાવવામાં આવ્યુ હતું તેમા 138 ભારતીય ફસાયેલા હતા, જેમાં 16 કોરોના વાઈરસથી સંક્રમિત હતા