રાકેશ ઝુનઝુનવાલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારુ સૌથી ખરાબ કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય તો તે મારી હેલ્થ છે. હું બધાને એ મારે એન્કરેજ કરવા ઈચ્છું છું કે તમારી હેલ્થમાં સૌથી વધુ ઇન્વેસ્ટ કરો. રાકેશ ઝુનઝુનવાલા પાસે દુનિયાની તમામ સુખ સાહ્યબી હતી પણ 40,000 કરોડથી વધુના માલિક એવા ઝુનઝુનવાલા પોતાની હેલ્થ માટે ખુશ ન હતા..
હાલ આપણે જે જિંદગી જીવી રહ્યા છીએ તેમાં આપણે બસ પૈસા ભેગા કરવાની પાછળ દોડીએ છે પણ હેલ્થને ઇગ્નોર કરીએ છે અને જ્યારે પૈસા હોય છે ત્યારે એ વાપરવા હેલ્થ નથી હોતી.. ત્યારે રાકેશ ઝુનઝુનવાલાની આ સલાહ વિચારવા લાયક તો છે જ .. તમારું શું કહેવું છે આ બાબતે?