પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં અચાનક વધારો થયો છે. શનિવાર સાંજથી જ દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, યુપીમાં જોરદાર પવનો ફૂંકાવા લાગ્યા હતા, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો. આ સાથે જ સવારે ધુમ્મસના કારણે વાહનવ્યવહારને પણ ભારે અસર થઈ છે. રાજધાનીમાં વિઝિબિલિટી 100 મીટર રહી હતી. IMD વેધર વેબસાઈટ મુજબ આજે લઘુત્તમ તાપમાન ઘટીને 4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. જ્યારે શનિવારે એટલે કે એક દિવસ પહેલા પાંચ ડિગ્રી તાપમાન હતું.