કડકડતી ઠંડીના કારણે સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી થથરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસની સ્થિતિ છે. આગામી 2-3 દિવસ સુધી લોકોને હાડ થીજાવતી ઠંડીનો સામનો કરવો પડશે. સોમવારની રાત્રે પણ ઘણી જગ્યાએ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી.