અમેરિકામાં ફ્લાઈટ સેવા ઠપ્પ થઈ ગઈ છે. તમામ ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટ સેવા પ્રભાવિત થઈ છે. ફેડરલ એવિએશનની સિસ્ટમમાં ખામીના કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. તમામ એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે. સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તંત્ર કેટલા સમય સુધી પુનઃપ્રાપ્ત કરવામાં સક્ષમ હશે તે અંગે કંઈ જાણી શકાયું નથી.