વીડિયો ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં 50 હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા હતા સ્ટેડિયમમાં હાજર દરેક લોકોએ બંને નેતાઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં મોદીએ ‘હાઉડી મોદી’નો જવાબ આપતાં કહ્યું કે- ‘ભારતમાં બધું બરાબર છે’ અને આ વાત તેમણે ભારતની 8 અલગ-અલગ ભાષામાં પણ કહી હતી