હિંમતનગર:ગયા રવિવારે સાયરાની કોલેજિયન યુવતીની લટકતી લાશ મળી હતી આ મામલે 4 શખ્સ સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે યુવતીની ગઈકાલે અંતિમવિધિ કરાઈ હતી ત્યારે સાબરકાંઠાના ઈડરમાં જસ્ટિસ ફોર કાજલની માંગ સાથે અનુસૂચિત જાતિના લોકોએ મોટી સંખ્યામાં રેલી યોજી હતી આરોપીઓને ફાંસી આપોના નારા લગાવી રેલી બાદ આરોપીઓને સખત સજાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું યુવતીના હત્યારા અને દુષ્કર્મીઓને સજા કરાવવા માટે અરવલ્લી, અમદાવાદ અને સાબરકાંઠામાં કેન્ડલ માર્ચ અને રેલીઓ યોજાઈ છે