કોરોના વાઈરસને લઈ AMCએ BRTS-AMTS સ્ટેન્ડ પર સેનિટાઈઝર મુકવાની જાહેરાત કરી પણ મુક્યા નહીં

DivyaBhaskar 2020-03-08

Views 1.6K

અમદાવાદ:ભારત સહિત વિશ્વના 100થી વધુ દેશોમાં ફેલાયેલા કોરોના વાઇરસનો ગુજરાતમાં હજી સુધી એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી કોરોના વાઇરસ અમદાવાદ સહિત ગુજરાતમાં ન ફેલાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામા આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર સેનિટાઇઝર મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી Divyabhaskarએ શહેરના કેટલાક BRTS અને AMTS બસ સ્ટેન્ડ પર સેનિટાઇઝર મુકવામાં આવ્યા છે કે નહીં તેનું રિયાલિટી ચેક કર્યું હતું રિયાલિટી ચેક દરમ્યાન ચાંદખેડા, આરટીઓ, એલડી કોલેજ, શિવરંજની નહેરુનગર સહિતના BRTS અને AMTS બસ સ્ટેન્ડ પર સેનિટાઇઝર જોવા મળ્યું ન હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS