અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મા બુટભવાનીનું એક અલાયદુ ધામ આવેલુ છે..અરણેજ ખાતે આવેલ મા બુટભવાનીનું આબેહુબ સ્વરુપ અને તેનાથી પણ વિશેષ શ્રદ્ધા અહીં ભક્તો ધરાવતા હોવાથી ખુબજ ઓછા સમયમાં આ મંદિર સમગ્ર રાજ્યમાં ખ્યાતિ પામ્યુ છે...આવો કલ્યાણકારી બુટભવાની માતાના દર્શન કરીને મેળવીએ તેમની કૃપા.
આપણા દેશમાં દેવીઓનો મહિમા ખુબ જ ગવાયો છે...અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણુ કહેવામાં આવ્યુ છે...આવા જ એક દેવી કે એનો મહિમા ખુબ જ ગવાય છે..જેમને સંતાન આપનાર દેવી કહેવાય છે... રાંદલ માતાજી જે નિસંતાન બહેનોનો ખોળો ભરે છે...પરંતુ આવશ્યક છે તેમનાં સાચા મનથી ભક્તિ...તો ચાલો મા રાંદલની ઉપાસનાનાં જાણીએ ઉપાય...