દેશની રાજધાની દિલ્હીની સાથે એનસીઆરનું વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે. જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે ચારેબાજુ ધુમાડો જ ધુમાડો દેખાય છે. થઇ એવુ રહ્યુ છે કે આ વાતાવરણમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. આંખોમાં બળતરા અને ગૂંગળામણ થવા લાગે છે. હવા એટલી ઝેરી બની છે કે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે.