પોરબંદર કુતિયાણા બેઠક પર સપાના ઉમેદવાર કાંધલ જાડેજાએ જોરશોરથી પચાર શરૂ કર્યો છે. તેમણે મતદારો મારો પરિવાર છે અને 35,000 મતોની લીડથી હું ચૂંટણી જીતીશ એવો દાવો પણ કર્યો હતો. સ્વખર્ચે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું વચન આપ્યું હતું તેમજ લોકોના સુખદુઃખમાં સહભાગી બનીને રહેવા રાજકારણમાં આવ્યા હોવાનું કાંધલ જાડેજાએ જણાવ્યું હતું.