સુરતઃનવરાત્રિના રાતો જેમ જેમ પસાર થઈ રહી છે તેમ ગરબાની ધૂમ પણ જોવા મળી રહી છેસુરત એરપોર્ટ પણ ગરબાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું એરપોર્ટ પર એરલાઈન્સના કર્મચારીઓ અને મુસાફરો મનમુકીને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યાં હતાં સુરત એરપોર્ટના ડિરેક્ટર પાણીગ્રહીએ જણાવ્યું હતું કે,વિશ્વના કદાચ સુરત એક માત્ર એવું એરપોર્ટ છે જ્યાં ગત વર્ષ બાદ આ વર્ષે પણ ગરબા યોજાયાં હતાં એરપોર્ટ પર લોકોની સાથે એરપોર્ટ સ્ટાફ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હેતુ એ હતો કે, સતત નોકરીમાં વ્યસ્ત રહેતા કર્મચારીઓને પણ ઉત્સાહ જળવાઈ રહે અને ગુજરાતની ઓળખ બની ચુકેલા ગરબા હવે ગ્લોબલ બની ગયા છે જેનો પરિચય પણ એરપોર્ટ પર મુસાફરોએ રમઝટ બોલાવીને આપ્યો હતો